અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ખાણ-ખનીજ કચેરીના ચાર કર્મીઓ ફરજ મુક્ત અસંતોષકારક કામગીરી બદલ ગાંધીનગર GMRDSના નિયામકની કાર્યવાહી
અરવલ્લી જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગમાં આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા ચાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત GMRDSના નિયામક દ્વારા અસંતોષકારક કામગીરીને ધ્યાને લઈ ચારેય કર્મચારીઓને આઉટસોર્સિંગ કામગીરીમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ખાણ-ખનીજ કચેરીમાં આઉટસોર્સિંગ હેઠળ માઇન્સ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર સુથાર અને ઉત્પલ પટેલની સેવા સમાપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ સોલંકી તથા ડ્રાઇવર રાજેશ મહેતાને પણ આઉટસોર્સિંગ કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ચારેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમાંથી દૂર કરવા અંગેનો આદેશ કરવામાં આવતા ખાણ-ખનીજ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે. અસંતોષકારક કામગીરીના કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આ કાર્યવાહી બાદ અરવલ્લી ખાણ-ખનીજ કચેરીની કામગીરીમાં આગામી સમયમાં શું ફેરફાર થાય છે અને ચારેય કર્મચારીઓના સ્થાને નવી વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે તે અંગે પણ નજર રહેશે.









