MORBI:“મોરબી માર્કેટિંગ યાર્ડમાં: “હવે કોઈ પક્ષનું નહીં, ખેડૂતોનું શાસન આવશે” – મનોજ પનારાનો હુંકાર
મોરબી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ‘ખેડૂત પરિવર્તન પેનલ’એ શાનદાર દેખાવ કરીને માર્કેટિંગ યાર્ડમાં સહકાર પેનલના લાંબા સમયના શાસનનો સફાયો કર્યો છે. ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ મળીને કુલ 9 બેઠકો પર પરિવર્તન પેનલના ઉમેદવારો વિજયી બન્યા છે.

પરિણામની મુખ્ય વિગતો કુલ બેઠકો પર જીત: ખેડૂત પરિવર્તન પેનલના કુલ 9 ઉમેદવારો વિજયી ખેડૂત વિભાગ: 7 સભ્યો ચૂંટાયા વેપારી વિભાગ: 2 સભ્યો ચૂંટાયા મનોજ પનારાનું નિવેદન: “આ આખા ગુજરાતના ખેડૂતોની જીત”
પરિણામો બાદ ખેડૂત અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, આ જીત માત્ર મોરબી પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની જીત છે. આંદોલન દરમિયાન પોલીસની લાઠીઓ અને સંઘર્ષ વેઠનાર માતાઓ-બહેનોના સમર્પણનું આ પરિણામ છે. 30 વર્ષના શાસનનો અંત લાવી હવે યાર્ડમાં કોઈ રાજકીય પક્ષનું નહીં, પણ સાચા અર્થમાં ખેડૂતો અને વેપારીઓનું શાસન સ્થપાશે.

લલિત કગથરાનો કટાક્ષ: “સહકારી ક્ષેત્રમાં પરિવર્તનની શરૂઆત”કોંગ્રેસ અગ્રણી લલિત કગથરાએ જણાવ્યું કે, જ્યાં કોઈ બોલવાની હિંમત નહોતું કરતું તેવા વાતાવરણમાં ખેડૂતોએ 30 વર્ષ જૂની સત્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. સહકારી માળખામાં ખેડૂતોએ જૂના નેતૃત્વને જાકારો આપ્યો છે અને મોરબીથી શરૂ થયેલી આ પરિવર્તનની લહેર આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં દેખાશે.

વિજય સરઘસનો રૂટ જીતની ઉજવણી રૂપે વિશાળ વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે:પ્રારંભ: ઉમિયા સર્કલકમુખ્ય પોઇન્ટ્સ: રવાપર કેનાલ ચોકડી \ બાપા સીતારામ ચોક \સરદાર પટેલ સ્ટેચ્યુ \ નગર દરવાજા \ મહેન્દ્રનગર ચોકડી સમાપન: જેતપર સહકારી મંડળી (જ્યાં ખુલ્લી જગ્યામાં આંદોલનકારીઓ અને ખેડૂત મતદારોનું સન્માન કરાશે)






