MORBI:મોરબીના પીપળી ગામે તીનપત્તીનો જુગાર રમતી મહિલા સહિત ૫ ઝડપાયા

MORBI:મોરબીના પીપળી ગામે તીનપત્તીનો જુગાર રમતી મહિલા સહિત ૫ ઝડપાયા: ₹૭૧,૧૦૦નો મુદ્દામાલ જપ્ત

 

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં જાહેરમાં લાઇટના અજવાળે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા એક મહિલા સહિત પાંચ શખ્સોને મોરબી તાલુકા પોલીસે રેઇડ દરમિયાન રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે પીપળી ગામની સીમમાં, સીસમ સિરામિક તરફ જવાના રસ્તા સામે આવેલ કોમ્પ્લેક્ષમાં ‘મોમાજી મોબાઇલ’ નામની દુકાનની આગળ પતરાના શેડ નીચે તપાસ હાથ ધરી હતી. જ્યાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત કુલ પાંચ જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹૭૧,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ અરવિંદભાઈ બાબુભાઈ સોમાણી (રહે. રામવીલા સોસાયટી, પીપળી; મૂળ ગામ- મોટાભેલા, તા. માળિયા મીં.)પારસભાઈ કનુભાઈ વરાણીયા (રહે. રામવીલા સોસાયટી, પીપળી)નીલેશભાઈ મનસુખભાઈ વાડલીયા (રહે. મારુતિ પાર્ક સોસાયટી, પીપળી)મકસુદભાઈ મોમદભાઈ નકુમ (રહે. ગેબનશા પીરની દરગાહ પાછળ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી)ચેતનાબેન નવીનભાઈ વાઢેરા (રહે. લાયન્સનગર, મોરબી)મોરબી તાલુકા પોલીસે પકડાયેલા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો