શ્રી વી.આર.પટેલ આર્ટ્સ અને શ્રી આદર્શ પી.ટી.સી. કોલેજ, થરામા ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ…

શ્રી વી.આર.પટેલ આર્ટ્સ અને શ્રી આદર્શ પી.ટી.સી. કોલેજ, થરામા ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ…

ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહર્ષિ વેદવ્યાસે મહાભારતની કથા લખાવ્યા બાદ ભગવાન ગણેશનું તેજ શાંત કરવા માટે તેમને સરોવરમાં ડુબાડ્યા હતા.કહેવાય છે કે,વેદવ્યાસે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ પાસે મહાભારતની કથા લખાવવા ની શરૂઆત કરી હતી ત્યારથી ગણેશ ચતુર્થી થી અનંત ચતુર્દશી સુધી દસ દિવસ ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા છે.તે પરંપરા અનુસાર ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા આવેલ શ્રી વી.આર. પટેલ આર્ટ્સ અને શ્રી આદર્શ પી.ટી.સી.કોલેજ ખાતે સંસ્થા ના પ્રમુખ અણદાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રિ.પ્રિયંકાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રિ. જયવર્ધનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૧૩/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા અને મંગલ મૂર્તિ શ્રી ગણપતિ બાપાના પાવન આગમનની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાંઆવી હતી.ભક્તિ ભાવપૂર્વક ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું.સમગ્ર પરિસર ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.સ્ટાફ સહીત દરેક વિધાર્થીઓ ગરબે રમ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી. ઉત્સાહભેર, શિસ્તબદ્ધ,શાંતિપૂર્ણ વાતાવરણમાં વિધિવત્ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ગણપતિ બાપાના પાવન આગમનથી કોલેજમાંભક્તિ, એકતા,આનંદ અને સકારાત્મક ઊર્જાનો માહોલ સર્જાયો હતો.કાર્યક્રમમાં પ્રો. પૂજાબેન,પ્રો. સુનિલભાઈ પટણી,પ્રો.પાર્વતીબેન પરમાર, પ્રો. પ્રિયંકાબેન દેસાઈ,આઈ. ટી.આઈ.વિભાગના ચિરાગભાઈ પટેલ,પ્રો. ભરતભાઈ ઠાકોર, આનંદભાઈ ઠાકોર,પ્યુન સંજયભાઈ ઠાકોર સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન રોહિતભાઈ ઠાકોરે કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો