દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ‘સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન’ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

તા.૧૪.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ‘સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન’ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો, મટીરિયલ ડીલરો અને ઇજનેરી વિદ્યાર્થીઓ માટે ‘સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન મટીરીયલ્સ’ વિષય પર એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.બાંધકામ ક્ષેત્રમાં પર્યાવરણ સંરક્ષણ, ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) અને ગુણવત્તાયુક્ત નિર્માણના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે ૪૦ કોન્ટ્રાક્ટરો, ૪૦ મટીરિયલ ડીલરો તથા કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.આ પ્રસંગે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના એન્જિનિયર મુકેશભાઈ, મયુર ભંડારકર તથા ભાવિક ઠક્કરે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન મટીરીયલ્સના ગુણધર્મો, યોગ્ય ઉપયોગ પદ્ધતિ અને બજારમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પો અંગે વ્યવહારુ માહિતી આપી હતી. આ ઉપરાંત, વર્તમાન સમયના બાંધકામ ક્ષેત્રના પડકારો અને ટકાઉ નિર્માણ ટેકનોલોજી અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દ્વારા ઇજનેરી વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતની વાસ્તવિક જરૂરિયાતો અને આધુનિક ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અંગે પ્રાયોગિક સમજ મેળવવાની તક સાંપડી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર એસ. પી. ચંદ્રેશા દ્વારા એપ્લાઇડ મિકેનિક્સ વિભાગના વડા એ. આર. દરજી અને આચાર્ય ડૉ. કે. બી. જુડાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા ઉદ્યોગ-શૈક્ષણિક (આઈ-એ-આઈ) સંયુક્ત કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને ભવિષ્યની નવીન ટેકનોલોજી અપનાવવા અને ગ્રીન કન્સ્ટ્રક્શન તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો