MORBI:મોરબી: નવા બસ સ્ટેન્ડના ઇલેક્ટ્રિક રૂમમાં અચાનક આગ ભભૂકી, એસ.ટી. સ્ટાફની સતર્કતાથી મોટી હોનારત ટળી

MORBI:મોરબી: નવા બસ સ્ટેન્ડના ઇલેક્ટ્રિક રૂમમાં અચાનક આગ ભભૂકી, એસ.ટી. સ્ટાફની સતર્કતાથી મોટી હોનારત ટળી

મોરબી:મોરબીના નવા બસ સ્ટેન્ડ પરિસરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ પરિસરમાં આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતાં ક્ષણભરમાં જ સમગ્ર પરિસરમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

દિવસ દરમિયાન બસ સ્ટેન્ડ મુસાફરો અને ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી ધમધમતું હોય છે, તેવામાં અચાનક ધુમાડો નીકળતાં લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો.

જોકે, આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ એસ.ટી. તંત્રના કર્મચારીઓએ પ્રશંસનીય સતર્કતા દાખવી હતી. સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ પરિસરમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી સાધનો (અગ્નિશામક બોટલ)ની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. કર્મચારીઓની ત્વરિત કામગીરી અને સમયસૂચકતાના કારણે આગને ફેલાતી રોકી લેવાઈ હતી.

સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતાં સંભવિત મોટી જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન ટળી ગયું હતું. ઘટના બાદ મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો