*મોડાસાના સાકરીયા ગામે આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરીક દિવસ અંતર્ગત જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજાયો* નામદાર NALSA તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશાનુસાર મેગા ડ્રાઇવ અને આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી અંતર્ગત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી-મોડાસા અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી-મોડાસાના ચેરમેન આર.આર. ચૌધરી તથા સેક્રેટરી એમ.જે. ખોજજાદાના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય કચેરી, મોડાસાના સંકલનથી સાકરીયા ગામ ખાતે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તપાસ કરવામાં આવી હતી. સાથે જ વરિષ્ઠ નાગરિકોને આરોગ્યને લગતી જરૂરી સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં શીણાવાડ PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. તેજસ ખેરાડી, CHO જિગીષાબેન નાઈ, MPHW નિખિલભાઈ પટેલ, FHW ઝલકબેન પ્રજાપતિ,રીટાબેન પ્રજાપતિ,અનિતાબેન રાઠોડ અને ભગવતીબેન વાળંદ સહિતની આરોગ્ય ટીમે સેવાઓ આપી હતી.આ આરોગ્ય કેમ્પનો સાકરીયા ગામના 100 થી વધુ નાગરિકો તેમજ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી નહીં, પરંતુ વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય અને કાનૂની હકો અંગે જાગૃતિ વધારવાની દિશામાં પણ આ કેમ્પ મહત્વપૂર્ણ બન્યો હતો.

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

*મોડાસાના સાકરીયા ગામે આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરીક દિવસ અંતર્ગત જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજાયો*

નામદાર NALSA તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશાનુસાર મેગા ડ્રાઇવ અને આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી અંતર્ગત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી-મોડાસા અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી-મોડાસાના ચેરમેન આર.આર. ચૌધરી તથા સેક્રેટરી એમ.જે. ખોજજાદાના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય કચેરી, મોડાસાના સંકલનથી સાકરીયા ગામ ખાતે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આરોગ્ય કેમ્પમાં ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તપાસ કરવામાં આવી હતી. સાથે જ વરિષ્ઠ નાગરિકોને આરોગ્યને લગતી જરૂરી સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.કેમ્પમાં શીણાવાડ PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. તેજસ ખેરાડી, CHO જિગીષાબેન નાઈ, MPHW નિખિલભાઈ પટેલ, FHW ઝલકબેન પ્રજાપતિ,રીટાબેન પ્રજાપતિ,અનિતાબેન રાઠોડ અને ભગવતીબેન વાળંદ સહિતની આરોગ્ય ટીમે સેવાઓ આપી હતી.આ આરોગ્ય કેમ્પનો સાકરીયા ગામના 100 થી વધુ નાગરિકો તેમજ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી નહીં, પરંતુ વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય અને કાનૂની હકો અંગે જાગૃતિ વધારવાની દિશામાં પણ આ કેમ્પ મહત્વપૂર્ણ બન્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો