જૂનાગઢ મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લાલ આંખ : ૫૬૮.૫ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકા વિસ્તારમાં પર્યાવરણના જતન અને સ્વચ્છતા જાળવવાના હેતુથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કમિશનર આઈ. આર. વાળાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખા દ્વારા શહેરમાં સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
નાયબ કમિશનર કે. સી. વાઘેલા અને સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ દર્શન મકવાણાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક ચેકિંગ સ્ક્વોડે વિવિધ એકમો પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ‘જય અંબે પ્લાસ્ટિક’ અને ‘પુજા પ્લાસ્ટિક’ ખાતેથી મોટા પ્રમાણમાં નિયમ વિરુદ્ધનો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો.
તંત્ર દ્વારા કાર્યવાહી કરતા બંને પેઢીઓ પાસેથી કુલ ૫૬૮.૫ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું તેમજ જાહેરનામાના ભંગ બદલ રૂ. ૫૦,૦૦૦નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. તંત્ર દ્વારા વેપારીઓ અને નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા તાકીદ કરવામાં આવી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો