MORBI:મોરબી મહેન્દ્રનગરની પીપળી પ્રાથમિક શાળામાં ૧૦૮ ટીમ દ્વારા CPR અને પ્રાથમિક સારવારનો લાઈવ ડેમો યોજાયો

MORBI:મોરબી મહેન્દ્રનગરની પીપળી પ્રાથમિક શાળામાં ૧૦૮ ટીમ દ્વારા CPR અને પ્રાથમિક સારવારનો લાઈવ ડેમો યોજાયો

૧૨૮ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા

મોરબી:ગુજરાત સરકારની જીવનરક્ષક એવી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આકસ્મિક સંજોગોમાં જીવન બચાવવા માટે જરૂરી પ્રાથમિક સારવાર અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી એક વિશેષ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. તારીખ ૨૫/૦૯/૨૦૨૬ના રોજ મહેન્દ્રનગર સ્થિત પીપળી પ્રાથમિક શાળા ખાતે ૧૦૮ ટીમ દ્વારા આ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૮ એમ્બ્યુલન્સ (નંબર: GJ-18-GB-9430)ના ઈએમટી (EMT) પ્રવીણભાઈ મેર તથા પાયલટ ક્રિષ્નાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના ૧૨૮ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ મેનેજમેન્ટની ઉપસ્થિતિમાં ઈમરજન્સી પરિસ્થિતિઓમાં કેવી રીતે ઝડપી પગલાં લેવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ડેમોસ્ટ્રેશન દરમિયાન અચાનક હાર્ટ એટેક કે શ્વાસ બંધ થઈ જવા જેવી ગંભીર સ્થિતિમાં દર્દીનો જીવ બચાવવા માટે અતિ મહત્વપૂર્ણ એવી સીપીઆર (CPR – Cardiopulmonary Resuscitation) પદ્ધતિનું પ્રેક્ટિકલ નિદર્શન કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત ફ્રેક્ચર વખતે સ્પ્લિન્ટનો ઉપયોગ, પાટા બાંધવાની રીત, બ્લડ પ્રેશર (BP) માપવાની પદ્ધતિ, એમ્બ્યુલન્સમાં રહેલા આધુનિક મેડિકલ ઉપકરણોની ઓળખ તેમજ ઈમરજન્સી વખતે ૧૦૮ પર કોલ કેવી રીતે કરવો તે અંગે પણ લાઈવ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

શાળાના શિક્ષકો તથા મેનેજમેન્ટે ૧૦૮ ટીમની આ પ્રશંસનીય પહેલને બિરદાવી હતી અને જીવનરક્ષક સીપીઆર સહિતની તાલીમ વિદ્યાર્થીઓ માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે તેમ જણાવી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો