અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ધનસુરા – ખેતરમાં મગફળી કાઢવા જતી વખતે વીજ કરંટ લાગતાં ખેડૂતનું મોત
ધનસુરાના બોરડિટીંબા ગામે ટ્રેક્ટરને વીજ તાર અડતાં 32 વર્ષીય જયકુમાર પટેલનું ઘટનાસ્થળે જ મોત

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બોરડિટીંબા (કેસરપુરા કંપા) ખાતે વીજ કરંટ લાગવાથી 32 વર્ષીય ખેડૂતનું મોત થતાં અરેરાટી વ્યાપી છે.મળતી માહિતી મુજબ, બોરડિટીંબાના જયકુમાર જગદીશભાઈ પટેલ પોતાના ખેતરમાં મગફળી કાઢવા માટે ટ્રેક્ટર નં. GJ-31-BC-0554 અને જમ્બો થ્રેશર લઈને જઈ રહ્યા હતા. દરમિયાન ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો તાર અચાનક ટ્રેક્ટરને અડી જતાં ટ્રેક્ટરમાં કરંટ પ્રસરી ગયો હતો.
આ દરમિયાન જયકુમારને જમણા હાથ તેમજ પગના અંગૂઠાના ભાગે ગંભીર વીજ ઈજા થઈ હતી. કરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. સમગ્ર મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અકસ્મિક મોત (AD) અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










