WAKANER:વાંકાનેર વિકાસના દાવા પોકળ: પાલનપીર અને માં આશાપુરા જતા પદયાત્રાના માર્ગો બિસ્માર, અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સવાલો

WAKANER:વાંકાનેર વિકાસના દાવા પોકળ: પાલનપીર અને માં આશાપુરા જતા પદયાત્રાના માર્ગો બિસ્માર, અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સવાલો

વાંકાનેર:નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ મા આશાપુરા (માતાના મઢ) તેમજ પાલનપીર દર્શનાર્થે મોટી સંખ્યામાં માઈભક્તો અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. એક તરફ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પદયાત્રીઓની સલામતીના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાંકાનેર પંથકના માર્ગોની અત્યંત ખરાબ હાલતે આ દાવાઓની પોલ ખોલી નાખી છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવડી-કોઠારીયા વિસ્તાર તરફ જતા મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. આ મુદ્દે વાંકાનેર તાલુકા પંચાયતના કોંગ્રેસ સદસ્ય ફારૂકભાઈ કડીવારે સ્થળ પરની વાસ્તવિક તસવીરો મીડિયા સમક્ષ રજૂ કરી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

તેમણે જણાવ્યું કે માર્ગો એટલી હદે બિસ્માર બન્યા છે કે પગપાળા ચાલી રહેલા શ્રદ્ધાળુઓ ઉપરાંત સ્થાનિક ખેડૂતો અને વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના અંધકારમાં પદયાત્રીઓની અવરજવર વધુ રહેતી હોવાથી ખાડાઓના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે.

ફારૂકભાઈ કડીવારે આ મામલે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરી તાકીદે રસ્તાઓનું સમારકામ હાથ ધરવા માંગ કરી છે. એક તરફ વિકાસના ગુણગાન ગાવામાં આવે છે, ત્યારે બીજી તરફ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ મહત્વના માર્ગોની આવી દુર્દશા કેમ? તેવો વેધક સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે. કોંગ્રેસે સત્તાધારી પક્ષ અને તંત્રને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે શું પદયાત્રીઓની સુરક્ષા માટે આ માર્ગોનું યુદ્ધના ધોરણે પેચવર્ક કે સમારકામ કરવામાં આવશે?

હવે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને સ્થળ તપાસ કરી તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે, તેના પર સમગ્ર પંથકના લોકો અને શ્રદ્ધાળુઓની મીટ મંડાયેલી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો