MORBI:મોરબીમાં ‘પરિશ્રમ ઔષધી વન’ દ્વારા ઔષધીય રોપાઓનું વિતરણ શરૂ: લુપ્ત થતી વનસ્પતિઓના જતન માટે સ્તુત્ય પહેલ

મોરબી:પર્યાવરણ અને લુપ્ત થતી દુર્લભ વન ઔષધીઓના સંવર્ધન તથા પ્રચાર-પ્રસાર અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી સ્થિત ‘પરિશ્રમ ઔષધી વન’ દ્વારા વિવિધ ઔષધીય વૃક્ષો અને રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અનિયમિત વરસાદની પરિસ્થિતિને કારણે વિતરણ કાર્યક્રમ થોડો મોડો શરૂ થયો છે, પરંતુ પ્રકૃતિપ્રેમીઓ માટે સ્ટોક મર્યાદિત હોવાથી ‘વહેલા તે પહેલા’ના ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વિતરણ માટેના નિયમો અને મહત્વની વિગતો:સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી.દર: રોપાઓ નિર્ધારિત કરેલા ટોકન ભાવે ઉપલબ્ધ રહેશે.
જરૂરી આધાર-પુરાવા: લાભાર્થીએ પોતાનું પૂરું નામ, ઓળખ પુરાવો (ID Proof), મોબાઈલ નંબર તથા જે જગ્યાએ વૃક્ષારોપણ કરવાનું હોય તે સ્થળનું જીપીએસ (GPS) લોકેશન સાથે લાવવાનું રહેશે.
મર્યાદા: કોઈ પણ એક પ્રકારની ઔષધી જથ્થાબંધ (ક્વોન્ટિટીમાં) મળશે નહીં. માત્ર હાજર સ્ટોક મુજબ જ વિતરણ થશે.અન્ય વ્યવસ્થા: રોપાઓ લઈ જવા માટે વાહન તથા મજૂરની વ્યવસ્થા લાભાર્થીએ જાતે કરવાની રહેશે.વિતરણ વ્યવસ્થા અંગેના તમામ આખરી નિર્ણયો સંચાલક મંડળને આધીન રહેશે.સ્થળ અને સંપર્ક વિગત:પરિશ્રમ ઔષધી વન, શ્રીજી એસ્ટેટ, નવી મેડિકલ કોલેજની બાજુમાં, રાજકોટ-મોરબી હાઇવે, મોરબી.સંપર્ક નંબર: 98791 27054











