ડાંગ: મહાત્મા ગાંધી જ્યંતિ નિમિત્તે ડાંગ જિલ્લાના ૧૦૦ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામપંચાયતોમાં વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સુશાસન અને જનભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી આ ગ્રામ સભાઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગ્રામ સભા દરમિયાન સરકારી સેવાઓ અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનાવવા માટે ગ્રામજનો પાસેથી સુધારાત્મક સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અંગે લોકો જાગૃત થાય તે માટે પણ વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જળ સંરક્ષણ માટે “Catch the Rain” અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ અને જળ સંચય વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા Solid-Waste Management Rules, 2026 મુજબ ૪ પ્રકારના કચરા વિભાજન અંગે ગ્રામજનોને વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

સામાજિક બદીઓ દૂર કરવા માટે ગ્રામ સભામાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિશિષ્ટ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં બાળ લગ્ન અટકાવવા અંગે જાગૃતિ લાવવાના મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો હતો. ગ્રામીણ યુવાધનને વ્યસનમુક્ત કરવા માટે તમામ ઉપસ્થિત લોકોએ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી.

ગ્રામ સભાની સાથે મહિલા તથા બાળસભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ, બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ ગ્રામ સભાઓમાં છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચાડવા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આમ, ડાંગ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી આ ગ્રામ સભાઓ માત્ર એક ઔપચારિક બેઠક બની રહેવાને બદલે ગ્રામીણ સશક્તિકરણ, સ્વચ્છતા અને સામાજિક પરિવર્તનનું એક જીવંત માધ્યમ બની રહી હતી. ગાંધીજીના ‘ગ્રામ સ્વરાજ’ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ સભાઓ દ્વારા ગ્રામજનોમાં સામાજિક જવાબદારી, જળ સંરક્ષણ અને આરોગ્ય વિષયક જાગૃતિનો નવો સંચાર થયો છે, જે જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો