ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે હજારો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા

ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે હજારો હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ આંદોલન હવે દેશવ્યાપી સંકટ બની ગયું છે. દેશભરની શાળાઓના દરવાજા બંધ કરીને કચરાપેટીઓમાં આગ ચાંપવામાં આવી રહી છે તેમજ અનેક સ્થળોએ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ રહી છે.

ભીડને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કરવો પડ્યો છે. સોમવારથી અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માત્ર શુક્રવારે જ 1,747 લોકો પકડાયા હતા. આ વિરોધ પ્રદર્શનના કારણે 735થી વધુ શિક્ષણ સંસ્થાઓ પ્રભાવિત થઈ છે, જ્યારે અગાઉ ગુરુવારે આ આંકડો 1,000ને વટાવી ગયો હતો. હવે વિદ્યાર્થી સંગઠનોએ 6 ઓક્ટોબરે દેશભરમાં મોટા પાયે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

આ આંદોલન કોઈ એક મુદ્દાને લઈને નથી, પરંતુ વર્ષોથી ચાલી આવતી કથળેલી શિક્ષણ વ્યવસ્થા સામેનો આક્રોશ છે. શાળાઓમાં શિક્ષકોની ભારે અછત સૌથી મોટી મુશ્કેલી છે. ઘણા વિષયોના શિક્ષકો લાંબા સમય સુધી ગેરહાજર રહે તો તેમની જગ્યાએ કોઈ વિકલ્પ મળતો નથી, જેથી મહત્વના વિષયોના વર્ગો રદ કરવા પડે છે. આ ઉપરાંત, એક વર્ગખંડમાં 30 થી 35 વિદ્યાર્થીઓનો ભરાવો, જર્જરિત ઇમારતો, પીવાના પાણી અને ગરમીની સમસ્યાઓ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના લાંબા શિડ્યુલને કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવ પણ અનુભવી રહ્યા છે.

આ વિરોધની શરૂઆત 17 સપ્ટેમ્બરે પેરિસ નજીક ક્રેતેઈની ‘એન્ટોની ડી સેન્ટ-એક્ઝુપેરી’ હાઈસ્કૂલથી થઈ હતી. ત્યાં સ્ટાફ અને સંસાધનોની અછત સામે શિક્ષકોએ હડતાળ પાડી હતી અને વિદ્યાર્થીઓ પણ તેમના સમર્થનમાં જોડાયા હતા. જોકે, ત્યાં વહીવટીતંત્રે વધારાનો સ્ટાફ, વાઇસ પ્રિન્સિપાલ અને નર્સ આપવાનું સ્વીકારી લેતાં સ્થાનિક સ્તરે સમાધાન થઈ ગયું હતું, પરંતુ ત્યાં સુધીમાં આ આક્રોશની આગ આખા દેશમાં ફેલાઈ ચૂકી હતી.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં બંને પક્ષે નુકસાન થયું છે. શનિવાર સુધીમાં 600થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે શિક્ષણ મંત્રાલય અનુસાર 65 શિક્ષણ કર્મચારીઓ (જેમાં 40 આચાર્યો સામેલ છે) ઈજાગ્રસ્ત થયા છે. રબર બુલેટ વાગવાથી એક 16 વર્ષીય વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. પેરિસ પોલીસ વડા પેટ્રિસ ફોરે ચિંતા વ્યક્ત કરી છે કે આ આંદોલન હવે અસામાજિક તત્વોના હાથમાં જઈ રહ્યું છે અને 6 ઓક્ટોબરના પ્રદર્શનમાં હિંસા વધવાની આશંકા છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો