વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટી સંચાલિત બાગાયત મહાવિદ્યાલય ખાતે પ્રથમ સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત વાર્ષિક ‘દીક્ષારંભ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા આવનાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટી તેમજ કોલેજની શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ તથા નીતિ-નિયમોથી અવગત થાય તે માટેનો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કુલપતિ ડો. વી. પી. ચોવટીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણી, તેમજ આચાર્ય અને ડીન ડો. ડી. કે. વરુ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ કારકિર્દી ઘડતર અંગે જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અંતે ડો. ડી. આર. પરડવાએ આભારવિધિ કરી હતી.











