કાલોલના બોરૂ ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે ખાટલા મુદ્દે અથડામણ: લોખંડની પાઈપ અને પથ્થરમારાથી 5 ઘાયલ, સામસામે ફરિયાદ નોંધાઈ.

તારીખ ૦૭/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોરૂ ગામની નવી નગરી ફળીમાં રસ્તા વચ્ચે ખાટલો મૂકવા જેવી નજીવી બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતા ચકચાર મચી છે. આ મારામારીમાં બંને પક્ષના કુલ 5 લોકોને ઈજાઓ પહોંચતા કાલોલ પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાઈ છે.

પ્રથમ ફરિયાદ મુજબ ફરિયાદી મહેમુદખા બેલીમ (રહે. બોરૂ) ના જણાવ્યા મુજબ, તા. 04-11-2026 ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે તેઓ તેમના નવા ઘરેથી જૂના ઘરે મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા વચ્ચે સામા પક્ષના બે લોકોએ ખાટલા મૂકી રસ્તો રોક્યો હતો. ખાટલો હટાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામા પક્ષના અન્ય 10-12 લોકો એક પછી એક આવી લોખંડની પાઈપ વડે હુમલો કરી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હતો. જેમાં ફરિયાદી સહિત તેના ભાઈ અને જમાઈને માથા અને હાથમાં ઈજાઓ થઈ હતી.તો બીજી તરફ સામા પક્ષે ફરિયાદી અલીઉસ્માન ઉર્ફે સરફરાજ બેલીમ (રહે. બોરૂ) એ જણાવ્યું કે, મહેમુદખા બેલીમ સહિતના ચાર લોકોએ તેમના ઘરે આવી તેમની પત્ની, દીકરી અને ભાભી સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. વચ્ચે પડતા તેની દીકરી રહેનુમાને માથામાં લોખંડની પાઈપ મારી લોહીલુહાણ કરી હતી અને બાદમાં અન્ય લોકોએ આવી ગાળો બોલી ધમકીઓ આપી હતી.આ બનાવ અંગે 112 અને 108 ને જાણ કરાતા બંને પક્ષના ઈજાગ્રસ્તોને કાલોલ રેફરલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.કાલોલ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો