ગુજરાત SIR દરમિયાન રદ થયેલાં નામો ફરી દાખલ કરવાની તકના નામે રૂટિન ‘મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ જાહેર

ડિસેમ્બર 2025માં ભારે વિવાદાસ્પદ બનેલી સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની લંબાણપૂર્વકની કવાયત સંદર્ભે ત્રણ ચૂંટણી કમિશનર વચ્ચેની કથિત અંટસને પગલે હવે SIR દરમિયાન રદ થયેલાં નામો ફરી દાખલ કરવાની તકના નામે રૂટિન ‘મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ આ વખતે કેટલાક સૂચિત વધારા સાથે આવી રહ્યો છે. રાજકીય હિત-પ્રેરિત ગણાવાયેલી SIR પ્રક્રિયાના વિવાદને ઠંડો પાડવા આ ‘વિશેષ અભિયાન’માં બૂથ લેવલ ઓફિસરો સહિત સમગ્ર ગુજરાતનાં ચૂંટણીતંત્ર અને ખાસ કરીને મતદારોને ચૂંટણીપંચ નાહકની તકલીફ આપવા ચાલ્યું છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી સૌપ્રથમ તો ગુજરાતમાં ગત દિવાળી બાદ મતદાર યાદીમાંથી બેવડાં, ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા 68 લાખથી વધુ મતદારોના નામ હટાવી દેવામાં આવ્યા હતા. ખાસ તો અનેક સ્થળોએ મતદારોની જાણ બહાર જ બારોબાર ફોર્મ-7 ભરીને મોટી સંખ્યામાં નામ રદ કરી નાખવામાં આવ્યાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

હાલ અન્ય રાજ્યોમાં મતદાર યાદીમાંથી આડેધડ નામ રદ કરી નાખવાની પ્રક્રિયા સામે વિરોધવંટોળ અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી સાથે આંદોલન શરૂ થવાથી સફાળી જાગેલી સરકારે ડેમેજ કંટ્રોલના પ્રયાસો ચાલુ કરી કમી થયેલા મતદારોના નામ ફરી ઉમેરવા અને નવા મતદારોને પણ સામેલ કરવાની કવાયત શરૂ કરી છે. આ માટે 11મી,18મી, 25મી ઓક્ટોબર અને પહેલી નવેમ્બર એમ ચાર રવિવારે તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાશે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બીએલઓ અને નિયુક્ત અધિકારીઓ હાજર રહી દાવા-વાંધાની અરજીઓ સ્વીકારશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો