નસવાડી તાલુકાના કેશરપુરા ગામે 29 ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ અપાયા.

નસવાડી તાલુકાના કેશરપુરા ગામ ખાતે 29 ગામોને આવરી લેતા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જયારે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર હાજર રહી લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ તથા સેવાઓનો લાભ મેળવવામાં માર્ગદર્શન અને સહાય પૂરી પાડી હતી.આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ લાભો આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત હોદેદારોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાસેતુના માધ્યમથી ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ થતાં તેમને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી રાહત મળી હતી.આ પ્રસંગે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોલંકી, નસવાડી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી હરિશકુમાર તલાટી, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, ઉપપ્રમુખ શુભાસભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી ડી.એફ. પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, પૂર્વ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ, જિલ્લા આદિવાસી મોરચા મંત્રી મહેશભાઈ ભીલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ સંજયભાઈ તથા મીડિયા સેલ કન્વીનર અલકેશ તડવી સહિત મોટી સંખ્યામાં હોદેદારો, કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ લાભાર્થીઓની અરજીઓ તથા પ્રશ્નો અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા કરવામાં મદદરૂપ બન્યા હતા.

29 ગામોના ગ્રામજનોને એક જ સ્થળે સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળતાં સેવાસેતુ કાર્યક્રમ ગ્રામજનો માટે ઉપયોગી સાબિત થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત હોદેદારો, અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકરોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો