ફૈઝ ખત્રી..શિનોર

શિનોર: ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં રાજ્યભરના વકીલો દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે શિનોર બાર એસોસિએશન દ્વારા પણ મિટિંગ યોજી સર્વાનુમતે ઠરાવ કરી કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તા. 3 ઓક્ટોબર, 2026ના ઠરાવના અનુસંધાને તા. 5 ઓક્ટોબર, 2026થી ગુજરાતની વિવિધ બાર એસોસિએશનો દ્વારા ગુજરાત ભાડા વિધેયક-2026 રદ ન થાય અથવા તેમાં જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અનુસંધાને શિનોર બાર એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
ઠરાવ મુજબ શિનોર બાર એસોસિએશનના વકીલો પણ આજથી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં
જોડાયા છે.










