વઢવાણ: ભાડા કરારની હકુમત વહીવટી શાખાને આપવાનો વિરોધ, વકીલોનું વિરોધ પ્રદર્શન

તા.05/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સરકાર દ્વારા ભાડા કરાર સંબંધિત હકુમત વહીવટી શાખાને સોંપવાનો નિર્ણય લેવામાં આવતા જ સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં રાજ્યભરમાં શરૂ થયેલા વકીલોના આંદોલનના પડઘા હવે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે પણ ઘેરા બન્યા છે. વઢવાણ બાર એસોસિએશને આ મુદ્દે એકસૂર થઈને રાજ્યવ્યાપી આંદોલનને પોતાનું સંપૂર્ણ અને મજબૂત સમર્થન જાહેર કર્યું છે. વઢવાણ ખાતે બાર એસોસિએશનના સભ્ય વકીલો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સરકારના આ નિર્ણય સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓ એ એક અવાજે જણાવ્યું હતું કે, આ નિર્ણય ન્યાયિક પ્રક્રિયા અને વકીલોના અધિકારો પર સીધો પ્રહાર છે. આ ન્યાયિક લડતમાં વઢવાણ બાર એસોસિએશન રાજ્યના અન્ય તમામ બાર એસોસિએશન્સ અને વકીલ મંડળોની સાથે ખભેખભા મિલાવીને ઊભું રહેશે. આ વિરોધ કાર્યક્રમમાં વઢવાણના અગ્રણી વકીલો રાજુભાઈ એસ. દુબલ અને મહેન્દ્રભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. તમામ વકીલોએ એકતા પ્રદર્શિત કરી સરકાર સમક્ષ માગણી મૂકી છે કે વહીવટી શાખાને હકુમત સોંપવાના આ નિર્ણય પર તાત્કાલિક અસરથી પુનઃવિચારણા કરવામાં આવે. વકીલોની મુખ્ય રજૂઆત છે કે કાનૂની બાબતો અને કરારોની હકુમત ન્યાયિક ચોકઠાં હેઠળ જ રહેવી જોઈએ, જેથી સામાન્ય જનતાને પણ યોગ્ય અને તટસ્થ ન્યાય મળી રહે. વઢવાણ બાર એસોસિએશનના આ સક્રિય જોડાણથી સરકાર સામેનો વકીલ સમાજનો અવાજ વધુ બુલંદ અને મજબૂત બન્યો છે. હાલ તો રાજ્યભરના વકીલો એકજૂટ થઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે હવે વકીલ આલમની રજૂઆતો અને આંદોલનને ધ્યાને રાખીને સરકાર આ સંવેદનશીલ મુદ્દે શું વલણ અપનાવે છે અને શું આ નિર્ણય પાછો ખેંચે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો