સુરેન્દ્રનગરની ૧૨ વર્ષની આનંદીને ડાયાલિસિસ માંથી મુક્તિ: તબીબોની ઝડપ અને અંગદાને આપ્યું નવજીવન

તા.05/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ચાલુ એમ્બ્યુલન્સે ડાયાલિસિસ કરી 12 વર્ષની બાળકીને અમદાવાદ પહોંચાડાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં માનવતા, ડોક્ટરોની ત્વરિત કાર્યશૈલી અને એક પરિવારના ઉમદા નિર્ણયનો ત્રિવેણી સંગમ સર્જાતા ૧૨ વર્ષની માસૂમ બાળકીને નવજીવન સાંપડ્યું છે. છેલ્લા એક વર્ષથી બંને કિડની ફેલ થવાને કારણે ડાયાલિસિસના સહારા પર જીવી રહેલી આનંદી સોલંકીને હવે આજીવન ડાયાલિસિસના દર્દમાંથી મુક્તિ મળી ગઈ છે. સુરેન્દ્રનગરની રહેવાસી ૧૨ વર્ષની આનંદી સોલંકીની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. માસૂમ બાળકી છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં નિયમિત ડાયાલિસિસ કરાવી રહી હતી. નાની ઉંમરે પુત્રીની આવી ગંભીર પરિસ્થિતિ જોઈને પરિવાર ઘેરા શોકમાં ગરકાવ હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર આશાનું કિરણ હતું, જેથી આનંદીનું નામ અમદાવાદની કિડની ડોનર વેટિંગ લિસ્ટમાં નોંધાવવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી. ૯ વર્ષના એક બાળકનું અકસ્માતમાં અવસાન થયું. પુત્ર ગુમાવવાના ભારે આઘાત વચ્ચે પણ બાળકના પરિવારે માનવતા દાખવી તેના અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો. અમદાવાદ ઓર્ગન ડોનેશન ટીમ દ્વારા તપાસ કરતા આ બાળકની કિડની સુરેન્દ્રનગરની આનંદી સાથે મેચ થઈ ગઈ હતી. કિડની મેળવવા માટે તબીબો પાસે ગણતરીના કલાકો જ શિલક હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટની તક હાથમાંથી ન જાય તે માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફે વિલંબ કર્યા વગર ત્વરિત પ્લાન બનાવ્યો. બાળકીને એમ્બ્યુલન્સમાં જ ડાયાલિસિસ ચાલુ રાખીને અમદાવાદ લઈ જવાનો સાહસિક નિર્ણય કરાયો. તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ખાસ ટીમે રસ્તામાં બાળકીનું ડાયાલિસિસ ચાલુ રાખ્યું અને માત્ર ૨ કલાકના ટૂંકા ગાળામાં સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચાડી દીધી. અમદાવાદની હોસ્પિટલમાં પહોંચાડતા જ ડોક્ટરોની નિષ્ણાત ટીમે તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હાથ ધરી હતી, જે સફળ રહી છે. સિવિલ હોસ્પિટલની સમયસૂચકતા અને અમદાવાદના પરિવારના એક નિર્ણયથી આજે ૧૨ વર્ષની આનંદીને નવું જીવન મળ્યું છે. આનંદીના પરિવારે તબીબી ટીમ અને અંગદાન કરનાર પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હત

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો