MORBI:મોરબી 14 પડતર માંગણીઓને લઈ મહેસૂલી કર્મીઓની હડતાળ, સરકારી કામગીરી ખોરવાઈ


રાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન તેજ બન્યું છે. વિવિધ 14 જેટલી વ્યાજબી માંગણીઓના સમર્થનમાં રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે મોરબી જિલ્લાના 200થી વધુ મહેસૂલી કર્મચારીઓ આજે સામૂહિક રજા (માસ સીએલ) પર ઉતરી ગયા હતા. હડતાળના કારણે સરકારી કચેરીઓમાં મહેસૂલી કામગીરી ઠપ થઈ ગઈ હતી. વિરોધના ભાગરૂપે કર્મચારીઓએ કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને પોતાનો અનોખો રોષ વ્યક્ત કર્યો હતો.
મોરબી જિલ્લા મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી ચિંતન આચાર્યના જણાવ્યા મુજબ, તલાટીઓ, ક્લાર્ક અને નાયબ મામલતદારોની સમસ્યાઓ અંગે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. 30 દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કર્મચારીઓએ તબક્કાવાર આંદોલન છેડ્યું છે, જેમાં 1 ઓક્ટોબરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને 3 ઓક્ટોબરે તમામ સરકારી વોટ્સએપ ગ્રૂપ છોડી, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

મહેસૂલી તલાટીઓ પાસેથી અન્ય વિભાગોની વધારાની કામગીરી દૂર કરવી.: વર્ષ 2012માં સીધી ભરતીથી નિમાયેલા નાયબ મામલતદારોને 2020ની રી-એડજસ્ટમેન્ટ તારીખ મુજબ સિનિયોરિટી ગણી પ્રમોશન આપવુવર્ષ 2023 અને 2026ની બઢતી પ્રક્રિયામાં દૂરના જિલ્લાઓમાં મુકાયેલા કર્મચારીઓને ખાલી જગ્યાએ પોતાના મૂળ જિલ્લામાં પરત પોસ્ટિંગ આપવું.નાયબ મામલતદાર અને મામલતદાર કેડરમાં સીધી ભરતી તાત્કાલિક બંધ કરી બઢતીના અધિકારોનું રક્ષણ કરવુ

સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર અને સપ્લાય ઇન્સ્પેક્ટર માટે ₹10,000 તેમજ મહેસૂલી તલાટીઓ માટે ₹3,000 માસિક ફેરણી ભથ્થુ ગ્રામ્ય સ્તરે પાયાની સુવિધાઓનો અભાવ ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અલગ હોવાનો આક્ષેપ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ તલાટીઓ માટે બેસવા ટેબલ-ખુરશી કે દફતર (રેકર્ડ) સાચવવાની પણ સુવિધા નથી. અનેક સેજાઓમાં કર્મચારીઓને ઝાડ નીચે બેસીને ફરજ બજાવવી પડે છે. આવી સ્થિતિ વચ્ચે નવો જોબચાર્ટ થોપી દેવામાં આવતા ભારે રોષ ફેલાયો છે.જો સરકાર આગામી દિવસોમાં આ 14 મુદ્દાઓનો સકારાત્મક ઉકેલ નહીં લાવે, તો 7 ઓક્ટોબરથી સમગ્ર રાજ્ય સાથે મોરબી જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસનની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.













