
*ઈડરની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિરમાં કેપ્ટન સ્મિત ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી*
કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય સુધારા અર્થે શાળામાં વિશેષ પ્રાર્થના અને મહામૃત્યુંજય મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું.
દેશના અને ખાસ ગુજરાતના મૂળ વતની એવા શૂરવીર કેપ્ટન સ્મિત મચ્છરની તબિયતમાં ઝડપથી સુધારો થાય અને તેઓ વહેલી તકે પૂર્ણ સ્વસ્થ થઈને પુનઃ કાર્યરત થાય તે માટે એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાર્થના સભા દરમિયાન શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ પરિવારે એકત્રિત થઇને તેમના દીર્ધાયુ માટે પ્રાર્થના સાથે 21000 મહામૃત્યુંજય મંત્રના સામુહિક જાપ કર્યા હતા.
શાળાના આચાર્યશ્રી પી.કે પટેલે કેપ્ટન સ્મિત મચ્છર ના પરિચય સાથે તેમના શૌર્ય અને બહાદુરીને દેશની શાન ગણાવીને ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ પરત ફરે તેવી આશા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે સુપરવાઇઝર એ.જી. મોમીન સાથે સમગ્ર શાળાના પરિવારના ભાઈઓ- બહેનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી સી.એમ.સોલંકી દ્વારા કરાયું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા










