અધૂરી યાત્રા બાદ ફરી સંકલ્પ સાથે નીકળ્યા માલજી રાઠવા, બોડેલીમાં ભવ્ય સ્વાગત

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની આમરોલ ગામના યુવાન માલજી અલસીંગ રાઠવા કેદારનાથ, ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યા છે. ત્રણ મહિના પહેલાં પણ તેઓ આ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા, પરંતુ પારિવારિક કારણોસર યાત્રા અધવચ્ચે છોડીને ઘરે પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ ફરી એકવાર યાત્રાનો પ્રારંભ કરી તેઓ આજે બોડેલી શહેરમાં આવી પહોંચતાં નગરજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બોડેલી શહેરમાં આવી પહોંચેલા માલજીભાઈ રાઠવાનું બોડેલીના નગરજનો તેમજ પત્રકારો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. બોડેલી પ્રેસ ક્લબના પ્રમુખ પરેશ ભાવસાર સહિતના અગ્રણીઓએ યુવાનનું સન્માન કરી તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
બોડેલીના નગરજનો તરફથી મળેલા સ્નેહભર્યા આવકારથી માલજીભાઈ રાઠવાનો ઉત્સાહ વધ્યો હતો. તેમણે સૌનો આભાર વ્યક્ત કરી પોતાની ધાર્મિક યાત્રા આગળ ધપાવી હતી.
નાની આમરોલ ગામના માલજી અલસીંગ રાઠવા ત્રણ મહિના પહેલાં કેદારનાથ, ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. જોકે, પારિવારિક કારણોસર તેમને યાત્રા અધવચ્ચે છોડીને ઘરે પરત ફરવું પડ્યું હતું. હવે ફરી એકવાર યાત્રા શરૂ કરી તેઓ બોડેલી પહોંચતાં નગરજનો અને બોડેલી પ્રેસ ક્લબના પ્રમુખ પરેશ ભાવસાર સહિતના અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
રિપોર્ટર તોસીફ ખત્રી
36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો