દાહોદમાં ‘૧૮૧ અભયમ’ ટીમની સરાહનીય કામગીરી: ઘર છોડી નીકળી ગયેલી પીડિતાનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું

તા.૨૫.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ‘૧૮૧ અભયમ’ ટીમની સરાહનીય કામગીરી: ઘર છોડી નીકળી ગયેલી પીડિતાનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું

આજરોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદની ટીમ જાલત ગામે મહિલાઓને જાગૃતિ અને માહિતી આપવાના કાર્યક્રમ અંતર્ગત ગયેલ હતી. આ દરમિયાન ગામમાં એક મહિલા રડતી હાલતમાં મળી આવી હતી. અભયમ ટીમે સંવેદનશીલતા દાખવી પીડિતાને સાંત્વના આપી પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.પીડિતાએ જણાવ્યું કે, તેનો પતિ અવારનવાર નશો કરીને તેના પર ખોટી વહેમ-શંકા રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ રોજબરોજના ઝઘડાથી કંટાળીને તે આજે પોતાનું ઘર છોડીને નીકળી ગઈ છે. અભયમ ટીમે પીડિતાને હેલ્પલાઇનની કામગીરી વિશે સમજાવી હિંમત આપી હતી. પીડિતા પોતાના પતિને સમજાવીને સંસાર બચાવવા માંગતી હોવાથી, ટીમ તેને સાથે રાખીને તેના ઘરે પહોંચી હતી.અભયમ ટીમે પીડિતાના પતિ સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. પતિએ પણ પત્ની સામે વહેમ રાખતો હોવાની વાત સ્વીકારી હતી. ટીમે બંનેને સમજાવ્યા કે તેઓને ચાર સંતાનો છે જે હવે લગ્ન કરવા લાયક થયા છે, આવા સમયે માતા-પિતાના ઝઘડાની બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર પડી શકે છે.ટીમ દ્વારા પતિને નશો ન કરવા માટે કાયદાકીય સમજણ, પરિવાર પ્રત્યેની જવાબદારીઓ અને સામાજિક પ્રતિષ્ઠાનું ભાન કરાવવામાં આવ્યું હતું. અભયમ ટીમની સચોટ સમજાવટથી પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે ભવિષ્યમાં ક્યારેય નશો ન કરવા તેમજ પત્ની અને પરિવારની સંપૂર્ણ જવાબદારી નિભાવવા અંગે લેખિતમાં બાહેંધરી આપી હતી.અંતે, બંને પક્ષોએ પોતાની મરજીથી પરસ્પર સહમતિ સાથે સુખદ સમાધાન કર્યું હતું

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો