MORBI:શિક્ષણ ક્ષેત્રે મોટો સહયોગ: મોરબીની ખેવાળીયા પ્રાથમિક શાળાને પ્રોજેક્ટ “લાઈફ” તરફથી મળશે અત્યાધુનિક ૧૨ વર્ગખંડો અને સેનિટેશન બ્લોકની ભેટ

MORBI:શિક્ષણ ક્ષેત્રે મોટો સહયોગ: મોરબીની ખેવાળીયા પ્રાથમિક શાળાને પ્રોજેક્ટ “લાઈફ” તરફથી મળશે અત્યાધુનિક ૧૨ વર્ગખંડો અને સેનિટેશન બ્લોકની ભેટ

મોરબી જિલ્લામાં શિક્ષણના માળખાકીય વિકાસને વેગ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત મોરબી તાલુકાની શ્રી ખેવાળીયા પ્રાથમિક શાળા ખાતે અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે આજે એક ઐતિહાસિક સમજૂતી કરાર (MOU) સંપન્ન થયા છે.

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત જાણીતી સામાજિક સંસ્થા પ્રોજેક્ટ “લાઈફ” દ્વારા ખેવાળીયા પ્રાથમિક શાળા ખાતે કુલ ૧૨ ઓરડાઓ સંસ્થાના ૧૦૦% અનુદાનથી નિર્માણ કરી આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, મોરબી દ્વારા ગત તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ પત્ર વ્યવહાર કરીને સદર સંસ્થા સાથે એમ.ઓ.યુ. પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હતી.

માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO) સાહેબશ્રી, મોરબીના સતત માર્ગદર્શન અને પ્રેરણા થકી આજે તા. ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, મોરબી તથા પ્રોજેક્ટ “લાઈફ” ના પ્રતિનિધિઓ વચ્ચે વિધિવત રીતે એમ.ઓ.યુ. હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ કરાર મુજબ શ્રી ખેવાળીયા પ્રાથમિક શાળામાં સંસ્થાના ૧૦૦% આર્થિક સહયોગથી:કુલ ૧૨ સુસજ્જ વર્ગખંડો (ઓરડાઓ)અત્યાધુનિક સુવિધા ધરાવતી કોમ્પ્યુટર લેબ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે આધુનિક સેનિટેશન બ્લોક (શૌચાલય સુવિધા) સહિતની તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર અને પ્રોજેક્ટ “લાઈફ” ના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ્ય સ્તરના બાળકોને આધુનિક, સ્વચ્છ અને ભૌતિક સુવિધાઓથી સજ્જ વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે, જેના પગલે સ્થાનિક ગ્રામજનો અને શિક્ષણ જગતમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો