વાંસદાના સિણધઈમાં નકલી પ્લાનનથી ૧૨૮ પ્લોટ વેચનાર ભાવિક પટેલ સામે કલેક્ટરની લાલ આંખ: FIR દાખલ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી: વાંસદા તાલુકાના સીણધઈ ગામે આવેલા જુના બ્લોક નં. ૨૬૯/૧ વાળી જમીનમાં મૂળ ૧૦૦ પ્લોટ માટે જ બિનખેતી અને બાંધકામની સરકારી મંજૂરી મેળવવામાં આવી હતી. આમ છતાં, જમીન માલિક ભાવિકભાઈ રવિભાઈ પટેલે સરકારી કચેરીમાં નગર નિયોજકશ્રીના મંજૂર થયેલા પ્લાનને બદલે ભળતો (ડુપ્લીકેટ) લે-આઉટ પ્લાન રજૂ કરી, ૭/૧૨ રેકોર્ડમાં ૧૨૮ પ્લોટ દાખલ કરાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી દીધું હતું. સોસાયટીના રહીશોની રજૂઆત બાદ નવસારી કલેક્ટરની સુનાવણી દરમ્યાન ધ્યાને આવતાં, કલેક્ટર દ્વારા એફ.આઈ.આર. દાખલ કરવાનો હુકમ કરવામાં આવેલ. આ બાબતે આઈ.એલ.આર.શ્રી વાંસદા દ્વારા વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ભાવિકભાઈ રવિભાઈ પટેલ વિરુધ્ધ FIR દાખલ કરાવવામાં આવેલ છે.   

આમ સરકારી રેકર્ડ સાથે ચેડાં અને સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસરનું કામ કરાવવાનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહી. જો આ પ્રકારની કોઇપણ ઘટના ધ્યાને આવશે તો તેઓની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો