રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
છે. જરૂરિયાતમંદ દર્દીઓને અદ્યતન સર્જરીથી લઈને પ્રી-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ કેર, લાંબો હોસ્પિટલ સ્ટે અને યોગ્ય નર્સિંગ સંભાળ જેવી તમામ જરૂરી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વેદાંતના કિસ્સામાં લગભગ 60 દિવસની સઘન સારવાર કરવામાં આવી હતી, જ્યારે ભવ્યને પણ લાંબા સમય સુધી તબીબી દેખરેખ અને સારવાર આપવામાં આવી. આ પ્રકારની જટિલ સારવાર સામાન્ય પરિવાર માટે મોટો આર્થિક બોજ બની શકે છે, ત્યારે સરકારી આરોગ્ય વ્યવસ્થા હેઠળ આ સારવાર શૂન્ય ખર્ચે ઉપલબ્ધ થવી દર્દીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહતરૂપ બને છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલી આ બંને સફળ સર્જરી દર્શાવે છે કે યોગ્ય નિષ્ણાત ટીમ, અદ્યતન તબીબી સુવિધાઓ અને લાંબા સમયની સંભાળ દ્વારા ઈસોફેજિયલ એટ્રેસિયા જેવી જટિલ જન્મજાત ખામી ધરાવતા બાળકોને પણ ફરીથી મોઢેથી ખોરાક લેતા કરી શકાય છે. બંને બાળકોના સફળ સારવાર બાદ તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને બાળકો હવે સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે.
આ પ્રકારની અત્યાધુનિક અને ખર્ચાળ સારવાર જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં માનવતાપૂર્ણ અને સેવાભાવી અભિગમનું વધુ એક ઉદાહરણ પૂરું પાડે છે.









