મોડાસા – બોલેરો પીકઅપ ડાલા પર ‘છોટે ઉસ્તાદ શ્રીરામ સાઉન્ડ’ લખેલું DJ જપ્ત – જાહેરનામાં ભંગ અંતર્ગત નોંધાયો પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો 

અરવલ્લી

 

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – બોલેરો પીકઅપ ડાલા પર ‘છોટે ઉસ્તાદ શ્રીરામ સાઉન્ડ’ લખેલું DJ જપ્ત – જાહેરનામાં ભંગ અંતર્ગત નોંધાયો પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો 

જાહેરનામાનો ભંગ કરી પરમિશન વિના વધુ અવાજે DJ વગાડનાર સામે ફરિયાદ

મોડાસા, અરવલ્લી:

મોડાસા શહેરમાં ચૂંટણી જાહેરનામાનો ભંગ કરી પરમિશન વિના બોલેરો પીકઅપમાં ડીજે સિસ્ટમ લગાવી વધુ ઘોંઘાટથી અવાજ વગાડતા એક શખ્સ સામે મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, તા. ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ડુંગરવાડા ચોકડી નજીક મખદુમ હાઈસ્કૂલ પાસે રોડ ઉપર એક બોલેરો પીકઅપ ડાલું શંકાસ્પદ રીતે વધુ અવાજ સાથે ડીજે વગાડતું જોવા મળ્યું હતું.પોલીસે વાહન પાસે જઈ તપાસ કરતાં બોલેરો પીકઅપ ડાલા પર ‘છોટે ઉસ્તાદ શ્રીરામ સાઉન્ડ’ લખેલું હતું અને તેમાં ડીજે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ તથા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હોવાનું જણાયું હતું.વાહનના ચાલકની પૂછપરછ કરતાં તેનું નામ જગદિશભાઈ ગણેશભાઈ વણકર (ઉં.વ. ૩૬), રહે. વૃંદાવન સોસાયટી, બહેરામૂંગા સ્કૂલ સામે, મોડાસા, મૂળ સાકરીયા, તા. મોડાસા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા ડીજે વગાડવા અંગેની પરમિશન માંગવામાં આવતા કોઈ પરમિશન ન હોવાનું જણાવાયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી જાહેરનામા નં. એમ.એ.જી./ચૂંટણી જાહેરનામું/વશી/ઓક્ટોબર-૨૦૨૬(૬) હેઠળના આદેશનો ભંગ થયો હોવાનું જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ASI ભરતસિંહ માનસિંહ દ્વારા જગદિશભાઈ વણકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો