નવસારી: જલાલપોર પોલીસે ₹3,050ની કિંમતનો 0.061 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડયો જ્યારે એક વોન્ટેડ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરતાં પોલીસે વિજલપોરના શ્યામનગર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક 66 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના તથા માર્ગદર્શન હેઠળ નશાકારક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડે અલગ-અલગ ટીમો બનાવી હતી. તા. 9 ઓક્ટોબર, 2026ના રોજ પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે વિજલપોરના શ્યામનગર વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલ નંબર 235/04/A પાસે ગોરસ આંબલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાંથી ગોરખ ચિંતામણ પવાર (ઉંમર 66 વર્ષ), રહે. વંદના પાર્ક સોસાયટી, રામનગર-3, વિજલપોર, જલાલપોર, મૂળ વતન દેવી ગામ, તા. સિંધખેડા, જી. ધુળે (મહારાષ્ટ્ર), પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગ્રાહકોને છૂટક ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 0.061 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 3,050 થાય છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસમાં ‘ગોલુ’ નામનો વિજલપોરનો એક શખ્સ પણ સંડોવાયેલો હોવાની વિગતો સામે આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ પ્રેસનોટ મુજબ, હાલ તેના સંપૂર્ણ નામ અને સરનામાની વિગતો ઉપલબ્ધ નથી.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ સહિત જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં નશાના કારોબાર પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો