આસુરા ગામે આઠ વર્ષ બાદ આસુરામાં માવલી માતાની સામૂહિક પૂજા સંપન્ન થતાં ભાવિકોમાં હર્ષોલ્લાસ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડો. નિરવ પટેલની રજૂઆત બાદ પૂજા માટેનો માર્ગ ખુલ્લો થતાં ગ્રામજનોએ શ્રદ્ધાભેર કરી આરાધના

ધરમપુર તાલુકાના આસુરા ગામે આઠ વર્ષના અંતરાલ બાદ આસુરામા આઠમના પવિત્ર દિવસે બરામદેવ અને માવલી માતાની સામૂહિક પૂજા નિર્વિવાદ અને નિર્વિઘ્ને સંપન્ન થઈ હતી. પૂજા માટેનો માર્ગ ખુલ્લો થતાં ભાવિક ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

રાજારજવાડાના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ ગ્રામજનો દ્વારા દર વર્ષે આઠમના દિવસે ડુંગર પર બરામદેવ અને માવલી માતાની પૂજા કરવામાં આવતી હતી. જોકે, છેલ્લા આઠ વર્ષથી માર્ગ બંધ હોવાને કારણે ગ્રામજનો પૂજા કરી શકતા ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

આ મુદ્દે ગ્રામજનોએ ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને યુવા આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલને જાણ કરતાં તેમણે સ્થળ મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વલસાડ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે માર્ગ ખુલ્લો મૂકવામાં આવતાં પરંપરાગત પૂજા સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે ભાવિકોએ તારપા, ઘાંઘળી અને ખંજરીના નાદ સાથે બરામદેવ તથા માવલી માતાની શ્રદ્ધાભેર પૂજા-અર્ચના કરી હતી. આઠ વર્ષ બાદ પૂજાનો અવસર મળતાં ગ્રામજનોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.

ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર બરામદેવ અને માવલી માતા તેમજ હનુમાનજીનાં દર્શન માટે માર્ગ ખુલ્લા રાખી સર્વધર્મ સમભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો