કોઠંબા પો.સ્ટે. વિસ્તારના ગરીયા ગામની સિમમાં થયેલ મર્ડરના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી આરોપીઓને ઝડપી પાડતી મહીસાગર જીલ્લા પોલીસ.

રીપોર્ટ આસીફ લુણાવાડા

 

કોઠંબા પો.સ્ટે. વિસ્તારના ગરીયા ગામની સિમમાં થયેલ મર્ડરના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી આરોપીઓને ઝડપી પાડતી મહીસાગર જીલ્લા પોલીસ.

 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ શરીર સબંધી ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના કરેલ હોય જે અનુસંધાને,

 

કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીયા ગામે તારીખ. ૧૬/૧૦/૨૦૨૬ના રોજ ગામની સીમમાંથી પ્રવિણભાઇ નાથાભાઇ વણકર ઉ.વ.૪૫ રહે, રહે.ગરીયા નવુ વણકર ફળીયુ તા-લુણાવાડા જી. મહિસાગરનાઓની લાશ મળી આવેલ જે બાબતે કોઠંબા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૬૮૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ – ૧૦૩(૧), મુજબ ખુનનો ગુનો દાખલ થયેલ, જે ગુન્હો અનડીટેકટ હોય મહે. એસ.પી. સફીન હસન મહીસાગરનાઓએ ઉપરોકત ગુન્હો ડીટેકટ કરવા સારૂ ના.પો.અધિ. જી.એલ. ચૌધરી તથા ના.પો.અધિ. કમલેશ વસાવા લુણાવાડા ડીવીઝન તથા એલ.સી.બી તથા સ્થાનીક પોલીસ તથા એ.ઓ.જી.ની ટીમને સુચના કરેલ, જે દરમ્યાન ગુન્હાની ઉંડાણ પુર્વક તપાસ કરતા જાણવા મળેલ કે મરણજનારની પત્ની મનીષાબેન તથા કોલવણ ગામે રહેતા હિતેષભાઇ દલાભાઈ પટેલ સાથે આડા સબંધ હોય જેથી મનીષાબેન અને હિતેષભાઇએ મરણજનાર પ્રવિણભાઇને પોતાના રસ્તામાંથી હટાવવાનુ નક્કી કરી તા-૧૫-૧૦-૨૦૨૬ નો રોજ રાત્રીના સમયે બન્ને આરોપીઓએ ભેગા થઇને મરણજનાર પ્રવિણભાઇને માથાના ભાગે લાકડીના ફટકા મારી તેમજ ચાદર વડે મોઢું દબાવી રાખી મરણ નિપજાવી બોડીને દુર ખેતરમાં ફેકી દીધેલ. જે અન્ડીટેકટ ગુન્હાને મહીસાગર જીલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ ગણતરીનીના કલાકોમાં ડીટેકટ કરી બન્ને આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો