ભુજ આરોગ્ય તંત્રની સમયસૂચકતા: PHC કેરાની ટીમે અતિજોખમી માતાને તાત્કાલિક સારવાર અપાવી નવજીવન બક્ષ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૮ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), કેરાની ટીમ દ્વારા પ્રસૂતિ બાદ અત્યંત ગંભીર સ્થિતિમાં મુકાયેલી એક વેરી હાઈ રિસ્ક માતાને સમયસર કાઉન્સેલિંગ અને ત્વરિત રિફરલ થકી ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવીને માતૃ સુરક્ષાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આરોગ્ય કર્મીઓની સતર્કતા,જવાબદારી અને સંવેદનશીલતાના કારણે એક કિંમતી જીવ બચાવી શકાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રસૂતિ બાદની આ માતા (PNC) ને વધુ પ્રમાણમાં રક્તસ્રાવ થતો હોવાનું આરોગ્ય ટીમના ધ્યાને આવ્યું હતું. તબીબી તપાસ દરમિયાન તેમનો HBsAg રિપોર્ટ રિએક્ટિવ આવ્યો હતો અને શરીરમાં હિમોગ્લોબિન (Hb) નું પ્રમાણ ઘટીને માત્ર ૪.૫ ગ્રામ પ્રતિ ડેસિલિટર (g/dL) જેટલું અતિજોખમી સ્તરે નોંધાયું હતું. પ્રસૂતિ બાદ વધુ રક્તસ્રાવ અને હિમોગ્લોબિનનું આટલું ઓછું પ્રમાણ માતાના જીવન માટે સીધું જોખમ ઊભું કરતું હોવાથી તેમને સત્વરે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર આપવી અનિવાર્ય હતી.આ ગંભીર પરિસ્થિતિમાં PHC કેરાની ટીમે જરા પણ વિલંબ કર્યા વિના માતા અને તેમના પરિવારજનોને સ્થિતિની ગંભીરતાથી વાકેફ કરી યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. આરોગ્ય કર્મીઓએ પરિવારને સમયસર રિફરલનું મહત્ત્વ સમજાવીને તાત્કાલિક PHC ની જ એમ્બ્યુલન્સ મારફતે માતાને વધુ સારવાર માટે ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે પહોંચતા જ ડૉ. જિગ્નાબેન ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા માતાને જરૂરી સારવાર મળી રહે તે માટે તાત્કાલિક લોહી ચઢાવવાની (બ્લડ ટ્રાન્સફ્યુઝન – BT) વ્યવસ્થા કરી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર જીવનરક્ષક કામગીરીમાં કેરા PHC ના મેડિકલ ઓફિસર ડૉ. ધવલ, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. યસ્મિતાબા, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર (FHS) કુંજલબેન, એ.એન.એમ. પલ્લવીબેન તથા આશા કાર્યકર સંગીતાબેને મહત્વપૂર્ણ સંકલન સાધ્યું હતું.સરકારના માતૃ મરણ નિવારણ અભિયાન અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસૂતિ બાદ વેરી હાઈ રિસ્ક માતાઓની સમયસર ઓળખ, નિયમિત દેખરેખ અને ત્વરિત રેફરલ અત્યંત અનિવાર્ય છે. કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ કામગીરી સરકારી આરોગ્ય માળખામાં ફરજ બજાવતા કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને જનઆરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો