WAKANER:વાંકાનેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના મોટા દરોડા: રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું કૌભાંડ ઝડપાયું:૪ આરોપીઓની ધરપકડ

ખોટી નંબર પ્લેટવાળી ફોર્ચ્યુનર કાર સાથે ૪ આરોપીઓની ધરપકડ
વાંકાનેર:રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે વાંકાનેરના જકાતનાકા પાસેથી દારૂ ભરેલી એક લક્ઝરી ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી છે, જેમાં પોલીસે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લગાવવામાં આવેલી ખોટી નંબર પ્લેટ (GJ-06-PN-3099) પણ જપ્ત કરી છે.

પોલીસની આ કાર્યવાહીમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:૧. શ્રવણકુમાર બુધ્ધરામ માનારામ જાતે બિશ્નોઈ (ઉ.વ. ૨૪)૨. વિકાસકુમાર સહીરામ દેશમારામ બિશ્નોઈ (ઉ.વ. ૨૨)৩. અશોકકુમાર લાઘુરામજી રામચંદ્ર બિશ્નોઈ (ઉ.વ. ૨૪)૪. રાહુલકુમાર રઘુનાથરામ ભુશારામ બિશ્નોઈ (ઉ.વ. ૨૦)આ ઉપરાંત, દારૂનો જથ્થો સપ્લાય કરનાર કેલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ (ઝાલોર), હરિયાણાનો સંજીવ તેમજ મોરબીના વિપુલ નામના શખ્સો સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરીને મોરબી અને વાંકાનેર વિસ્તારમાં સપ્લાય કરવા માટે લાવ્યા હતા.
લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત આ દરોડા દરમિયાન પોલીસે નીચે મુજબનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે:વિદેશી દારૂ અને બિયરની બોટલો: કિંમત રૂ. ૧૦,૪૧,૬૩૮/-ફોર્ચ્યુનર કાર: કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦/-રોકડ રકમ: રૂ. ૨,૮૦૦/-મોબાઈલ ફોન તથા ખોટી નંબર પ્લેટ કુલ જપ્ત મુદ્દામાલ: અંદાજે રૂ. ૩૫,૪૯,૦૭૪/-પકડાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરી આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે













