અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મજયંતિ અને સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા સંયુક્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

31મી ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તેમજ દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન અને ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાતા સ્વ. ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા ખાતે સંયુક્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમની શરૂઆતમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ સરદાર વલ્લભભાઈ પટેલ તથા સ્વ. ઇન્દિરા ગાંધીજીના ચિત્રો સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણી અને તાલુકા પંચાયતનાં સદસ્ય જીગ્નેશ સોલંકીએ બંને મહાનુભાવોના રાષ્ટ્રનિર્માણમાં રહેલા યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ, કુશળ વહીવટી ક્ષમતા અને રાજકીય સૂઝબૂઝના બળે 500થી વધુ રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશહિત માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વ. ઇન્દિરા ગાંધીજીનું નેતૃત્વ દેશના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે.બેંકોનું રાષ્ટ્રીયકરણ, હરિયાળી ક્રાંતિને વેગ આપવા સહિતના તેમના અનેક ઐતિહાસિક નિર્ણયો દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ રહ્યા હતા. દેશની એકતા અને અખંડિતતા માટે તેમણે આપેલું સર્વોચ્ચ બલિદાન હંમેશાં યાદ રહેશે.આ કાર્યક્રમના અંતે ડાંગ જિલ્લા કોંગ્રેસ પરિવારના સભ્યોએ બંને મહાનુભાવોના જીવન અને રાષ્ટ્રપ્રતિના યોગદાનમાંથી પ્રેરણા મેળવી દેશની એકતા, અખંડિતતા, લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરવા માટે કટિબદ્ધ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ સંયુક્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો