MORBI:મોરબીમાં કન્ટેન્ટ ક્રિએટર પદ માટે ભરતીની તક

MORBI:મોરબીમાં કન્ટેન્ટ ક્રિએટર પદ માટે ભરતીની તક

મોરબી તા.૫ સપ્ટેમ્બર: સર્જનાત્મકતા અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે કન્ટેન્ટ ક્રિએટર તરીકે રોજગારીની તક ઉપલબ્ધ છે.

આ ભરતી માટે ઉમેદવાર કોઈપણ વિષયમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારને સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. પસંદગી પામનાર ઉમેદવારને રૂ. ૩૫,૦૦૦ પ્રતિ માસ પગાર ચૂકવવામાં આવશે.

 

ડિજિટલ મીડિયા, કન્ટેન્ટ સર્જન અને ક્રિએટિવ ક્ષેત્રમાં રસ ધરાવતા તથા જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી કારકિર્દી માટેની સારી તક બની શકે છે.

ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી સાથે તા.૧૦.૯.૨૬ ના રોજ ગુરુવારે સવારે ૧૧.૩૦ કલાકે જિલ્લા માહિતી કચેરી, બીજો માળ, સોરડી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે રૂબરૂ ઈન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. વધુ માહિતી માટે મો.+919662496487 ઉપર સંપર્ક કરવો.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો