‘ધરોહર’ અને ‘વિરાસત’ લોકમેળામાં ઉમટ્યો લોકમેદનીનો મહેરામણ: મંત્રી કમલેશભાઈ પટેલનું વઢવાણમાં ભાવભર્યું સ્વાગત

તા.07/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને કલાના રંગે રંગાયેલા લોકમેળામાં મંત્રીએ લોકડાયરા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત માણી

રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ અને જેલ મંત્રી કમલેશભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલા “વઢવાણ ધરોહર લોકમેળો-૨૦૨૬” તેમજ “સુરેન્દ્રનગર વિરાસત લોકમેળો- ૨૦૨૬”ની ખાસ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીનું ઝાલાવાડી પાઘડી, કોટી, શાલ, પુષ્પગુચ્છ તથા હવામહેલ, અજરામર ટાવર અને મેળાના લોગોવાળા મોમેન્ટો અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વઢવાણ ધરોહર લોકમેળા ખાતે હેમંત જોશી-શબદ આર્ટ દ્વારા પ્રસ્તુત ‘પ્રેમરસ’ કાર્યક્રમ તેમજ સુરેન્દ્રનગર વિરાસત લોકમેળા ખાતે પ્રખ્યાત કલાકારો મયૂર દવે, કિરીટદાન ગઢવી, અનુભા ગઢવી, મુકેશ બારોટ અને રાજેન્દ્ર ગઢવીના મધુર કંઠે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લોકમેળાની મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થળ પર ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા લોકસંસ્કૃતિના આ પર્વને મનભરીને માણ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મેયર રાકેશકુમાર રાઠોડ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટડી ધારાસભ્ય પી.કે. પરમાર, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન ગજાનનભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન રાજુભાઈ કરપડા, દેવાંગભાઈ રાવલ, સર્વે નાયબ મ્યુનિસિપલ કમિશનર જી.કે. મકવાણા, પારસ મકવાણા, સામાજિક આગેવાનો તેમજ વિવિધ સમિતિના ચેરમેનઓ, કોર્પોરેટરઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

18
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો