સાધલી APMC ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઇ જેમાં શિનોર તાલુકાના પત્રકારોને રૂપિયા 10 લાખનું સુરક્ષા વીમા કવચ તેમજ આઈ-કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

ફૈઝ ખત્રી.શિનોર

શિનોર તાલુકાના પત્રકારોના હિત, સુરક્ષા અને કલ્યાણને ધ્યાનમાં રાખીને ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા એક મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ કરવામાં આવી છે.

જે અંતર્ગત શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ APMC ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ પાઠક, વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી હુસૈનભાઈ મન્સૂરી તેમજ આઈટી સેલના પ્રમુખ માલવભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક દરમિયાન સંગઠન સાથે જોડાયેલા શિનોર તાલુકાના પત્રકારોને રૂપિયા 10 લાખનું સુરક્ષા વીમા કવચ તેમજ આઈ-કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

પત્રકારોની સુરક્ષા અને કલ્યાણ માટે સંગઠન દ્વારા કરવામાં આવેલી આ પહેલને લઈને શિનોર તાલુકાના પત્રકારોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે તમામ પત્રકારો વતી ગુજરાત પત્રકાર એકતા પરિષદના શિનોર તાલુકા પ્રમુખ લવકેશભાઈ ઠાકોરે સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો

હતો.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો