ભરૂચમાં પોલીસ વિભાગે ‘રન ફોર યુનિટી’ દોડ યોજી: પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને NGOના સભ્યો જોડાયા; વિવિધ કેટેગરીના વિજેતાઓને મેડલ અપાયા

સમીર પટેલ, ભરૂચ

 

રાષ્ટ્રીય એકતા અને તંદુરસ્ત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી 31મી ઓક્ટોબરના રોજ ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘રન ફોર યુનિટી’ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા દોડને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી, જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી, ઝઘડીયા એએસપી અજયકુમાર મીણા,હેડક્વાર્ટર ડીવાયએસપી એમ.એમ. ગાંગુલી,દહેજ ડીવાયએસપી ડો.અનિલ સિસારા, અંકલેશ્વર ડીવાયએસપી ડો.કુશલ ઓઝા, સિવિલ સર્જન વી.આર. ઉપાધ્યાય સહિતના પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ દોડમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ એનજીઓના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને એકતા અને સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો હતો.

પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ દોડ વેજલપુર, બંબાખાના અને મહોમદપુરા થઈ સબજેલ બહારના વળાંક સુધી પહોંચી હતી.ત્યાંથી દોડવીરો એ જ માર્ગે પરત ફરી પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.

દોડ પૂર્ણ થયા બાદ વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા વિજેતા દોડવીરોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય એકતા, ભાઈચારો, શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મહિલા પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિરે કર્યું હતું.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો