Rajkot: સેવા સંકલ્પ અભિયાન ગોંડલના દેરડી કુમાર શાળા ખાતે “આંગણ મિલન સેવા” અને “મિશન LiFE” અંતર્ગત મિલેટ વાનગી સ્પર્ધા યોજાઇ

તા.૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

પોષણ ચેમ્પિયન એવોર્ડ, બહેનોનું સન્માન, દીકરી વધામણા કીટ વિતરણ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગોંડલ ઘટકના દેરડી કુમાર શાળા ખાતે “આંગણ મિલન સેવા” તથા મિશન LiFE અંતર્ગત મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક અને પોષણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ પોષણ ચેમ્પિયન એવોર્ડ પણ એનાયત કરાયા હતા. આ ઉપરાંત ઉપસ્થિતોને સુખડી તથા તાજા ફળોનું વિતરણ કરાયું હતું અને નવજાત દીકરીઓના સ્વાગત અર્થે ‘દીકરી વધામણા કીટ’ આપવામા આવી હતી. મિશન LiFE અંતર્ગત યોજાયેલી પૌષ્ટિક મિલેટ વાનગી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

કાર્યક્રમ દરમિયાન સરકારી યોજનાઓ અને આપવામાં આવતી સેવાઓ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાના હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રી જયશ્રીબેન ચોવટિયા, તાલુકા પંચાયત સભ્ય શ્રી વૈશાલીબેન ગોળ, મામલતદાર શ્રી ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગોહેલ, બાળ વિકાસ યોજના અધિકારી શ્રી સોનલબેન વાળા, દેરડી ગામના સરપંચશ્રી, તાલુકાના હોદ્દેદારો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો