અરવલ્લી : રેડક્રોસ સોસાયટીએ મેઘરજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રેડક્રોસ સોસાયટીએ મેઘરજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અરવલ્લી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેઘરજ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં બ્લડ ડોનેશન અને બ્લડ ગ્રુપ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં 56 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું

મેઘરજ આર્ટસ અને કોમર્સ કોલેજમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 166 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કેમ્પમાં અરવલ્લી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન વનીતાબેન પટેલ, ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, તાલુકા પ્રમુખ અનિલ પંચાલ, પીસીએન હાઈસ્કૂલના આચાર્ય અને કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કેમ્પમાં મેઘરજ મામલતદાર કચેરી, આરોગ્ય કેન્દ્રનો સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ. ભુજ,તા-૧૭ સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન મહાદાન” અને “રક્તદાન મહાદાન”ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજવામાં આવી હતી.અંગદાનના મહત્વ અંગે લોકોને પ્રાથમિક સમજ આપવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ અંગદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનની નવી તક મળી શકે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન કરો, જીવનદાન આપો”નો સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં શપથવિધિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપર ખાતે “અંગદાન મહાદાન, રક્તદાન મહાદાન” અંગે શપથવિધિ યોજાઈ હતી અને અંગદાન તથા રક્તદાનના મહત્વ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા ખાતે પણ અંગદાન અને રક્તદાન અંગે શપથ લેવડાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને અંગદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેહગઢ, રાપર ખાતે “સેવા મેરા યોગદાન”ના સંદેશ સાથે અંગદાન મહાદાન અને રક્તદાન મહાદાન અંગે શપથવિધિ યોજાઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે અંગદાનના મહત્વ અંગે લોકોને સમજ આપવામાં આવી હતી તથા “અંગદાન મહાદાન”ની શપથ લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે “અંગદાન કરો, જીવનદાન આપો”નો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીરંડીયારા ખાતે પણ અંગદાન મહાદાન અને રક્તદાન મહાદાન અંગે શપથવિધિ યોજાઈ હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંદ્રાણી, અંજાર ખાતે “સેવા મેરા યોગદાન” સાથે અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજાઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીનારા ખાતે અંગદાનના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી અને અંગદાન મહાદાનની શપથ લેવડાવવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા ખાતે “અંગદાન-મહાદાન”ના સૂત્ર સાથે શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે લોકોને અંગદાન અંગે પ્રાથમિક માહિતી આપી તેના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.જનભાગીદારીથી આરોગ્ય જાગૃતિને વેગ સમગ્ર કચ્છ જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા અંગદાન અને રક્તદાન જેવા મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી વિષયો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, તબીબી અધિકારીઓ, આરોગ્યકર્મીઓ તથા નાગરિકોએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અંગદાન દ્વારા મૃત્યુ બાદ પણ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનની નવી તક મળી શકે છે, જ્યારે રક્તદાનથી જરૂરિયાતના સમયે દર્દીના જીવનને બચાવવામાં મદદ મળી શકે છે. આ બંને સેવાકીય પ્રવૃત્તિઓ માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે. કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અંગદાન અને રક્તદાન અંગે યોગ્ય માહિતી મેળવી વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડવા તથા આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

લખપત તાલુકાનાં દયાપર-૬ આંગણવાડી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગંત આંગણવાડીનાં ભૂલકાઓ સાથે કેક કાપીને ચોકલેટ વિતરણ કરવામાં આવી.

Horoscope

Weather

વધુ વાંચો

લખપત તાલુકાનાં દયાપર-૬ આંગણવાડી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગંત આંગણવાડીનાં ભૂલકાઓ સાથે કેક કાપીને ચોકલેટ વિતરણ કરવામાં આવી.

જિલ્લા

શહેર પસંદ કરો