MORBI મોરબી ‘શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ’ દ્વારા પ્રેરણાદાયી પહેલ; ભવ્યતા કરતાં સેવાને પ્રાધાન્ય આપી જરૂરિયાતમંદ દીકરીઓને અપાશે આર્થિક સહાય

મોરબી:‘ભવ્યતા કરતાં સેવા મહાન – ઉત્સવ કરતાં માનવતા મહાન’ના સૂત્રને સાર્થક કરતા મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત એક ઉત્કૃષ્ટ સામાજિક સેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. મહોત્સવ દરમિયાન બિનજરૂરી ઝાકમઝોળ કે ખર્ચ કરવાને બદલે પાટીદાર સમાજની જરૂરિયાતમંદ બહેન-દીકરીઓને સીધી આર્થિક સહાય પહોંચાડવાનું આયોજન હાથ ધરાયું છે.

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કિશનભાઈ ગામી તથા ઉમિયા નવરાત્રી પરિવાર દ્વારા આવા જ સેવાભાવી વિચાર સાથે આસો સુદ આઠમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું
આ આર્થિક સહાય ખાસ કરીને પાટીદાર સમાજની જરૂરિયાતમંદ બહેન-દીકરીઓ માટે રાખવામાં આવી છે.
જે દીકરીઓના માતા-પિતા બંને હયાત ન હોય, અથવા પિતાનું છત્ર ગુમાવ્યું હોય અને પરિવારમાં આવકનો કોઈ અન્ય સ્ત્રોત ન હોય, તેવી બહેન-દીકરીઓને પ્રાથમિકતા અપાશે.
સમાજના અગ્રણીઓ, પરિવારના મોભી તથા સમિતિના સભ્યોના અભિપ્રાય અને યોગ્ય ચકાસણી બાદ જ સહાય અંગેનો આખરી નિર્ણય લેવાશે, જેથી ખરેખર હકદાર દીકરી સુધી જ સહાય પહોંચે.

સમિતિ દ્વારા પાટીદાર સમાજના તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમના ધ્યાનમાં આવી કોઈ નિરાધાર કે આર્થિક ભીડ અનુભવતી દીકરી હોય, તો તેનું નામ તાકીદે નીચે દર્શાવેલ નંબર પર નોંધાવવું.
નામ નોંધાવવા તથા સંપર્ક માટે:શ્રી કિશનભાઈ ગામી – ૯૯૭૯૮ ૭૯૮૯૬ શ્રી કેતનભાઈ વિલપરા – ૯૯૭૮૯ ૨૦૨૨૨ શ્રી અનિલભાઈ વરમોરા – ૯૭૧૪૪ ૮૮૮૮૮













