તારીખ ૧૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરી ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાં પાસે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોષ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જીલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રદ્યુમનસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઇ પરમાર, ઉપપ્રમુખ સુંરજસિંહ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાન ઉપસ્થિતિ રહી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જ્યાં ચૂંટણી પંચની કામગીરી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા .ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા, લોકશાહીની વિશ્વસનીયતા અને મતદારોના અધિકારોના મુદ્દાને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી બુલંદ કરવામાંઆવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધના સૂત્રોચ્ચાર સાથે લોકશાહીની રક્ષા અને ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ ઉઠાવવામાં આવી હતી.











