MORBI:મોરબી મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય: શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને PM સ્વનિધિ યોજના હેઠળ મળશે લોન સહાય

MORBI:મોરબી મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય: શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને PM સ્વનિધિ યોજના હેઠળ મળશે લોન સહાય

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય કરતા સ્ટ્રીટ વેન્ડરો, લારી-ગલ્લા ધારકો, શાકભાજી-ફળ વિક્રેતાઓ, ચા-નાસ્તા અને ફાસ્ટફૂડ સહિતના તમામ નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને સરળતાથી કાર્યકારી મૂડી મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. (UCD) શાખા ખાતે ઓનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

યોજના હેઠળ મળવાપાત્ર લોન સહાયના તબક્કા:

પ્રથમ તબક્કો: કોઈપણ જાતના ગીરો વગર રૂ. ૧૫,૦૦૦ સુધીની લોન.

દ્વિતીય તબક્કો: પ્રથમ તબક્કાની લોનની નિયમિત ચુકવણી પર રૂ. ૨૫,૦૦૦ ની લોન.

તૃતીય તબક્કો: ત્યારબાદ આગળના વ્યવસાય વૃદ્ધિ માટે રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન સહાય.

વિશેષ લાભો: સમયસર લોનની ભરપાઈ કરનાર વેપારીઓને વ્યાજ સબસિડીનો લાભ મળશે, આગામી તબક્કામાં રૂ. ૩૦,૦૦૦ સુધીનું ક્રેડિટ કાર્ડ મેળવવાની તક મળશે તથા ડિજિટલ વ્યવહારો પર ખાસ પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવશે.

અરજી માટે જરૂરી દસ્તાવેજો: ઓળખ કાર્ડ (આધાર કાર્ડ) મોબાઈલ નંબર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો વેન્ડર સંબંધિત જરૂરી પુરાવા (જો ઉપલબ્ધ હોય તો) અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ પાત્ર ફેરિયાઓ અને નાના વેપારીઓએ જરૂરી દસ્તાવેજો સાથે કચેરી સમય દરમિયાન રૂબરૂ હાજર રહીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

સંપર્ક સ્થળ: યુ.સી.ડી. શાખા, NULM ઓફીસ, બીજો માળ, સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવા શેરી, મોરબી.

મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે શહેરના તમામ પાત્ર લારી-ગલ્લા ધારકો અને નાના વ્યવસાયીઓ આ લોકકલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લઈ પોતાના વ્યવસાયને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો