તારીખ ૩૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતેથી આયોજિત “PM કિસાન ઉત્સવ દિવસ” ના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના ભાગરૂપે આજે કાલોલ તાલુકાના ચલાલી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ની ગરિમામય ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. સાંસદશ્રીએ ઉપસ્થિત ધરતીપુત્રો સાથે ખેતી અને સરકારી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી અને લાભાર્થી ખેડૂતોને સહાય સાથે સન્માન પ્રત્ર વિતરણ કર્યું હતું.આ અવસરે બનાસકાંઠા ખાતેથી યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજનાના 24માં હપ્તા અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ અન્નદાતાઓના બેંક ખાતામાં ₹18,690 કરોડથી વધુની સહાય સીધી DBT દ્વારા હસ્તાંતરિત કરવામાં આવી હતી.સાથે જ આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા ભાજપના આગેવાનો, તાલુકાના અધિકારી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સરપંચઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.










