GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર-નવાગઢ નગરપાલિકાનાં વોર્ડ નં. ૧ થી ૫ ના નગરજનો માટે યોજાયો નવમા તબક્કાનો “સેવાસેતુ કાર્યક્રમ”

તા.૩/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વહીવટીતંત્ર દ્વારા ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ જેટલી યોજનાકીય સેવાઓનાં લાભો નગરજનોને એક જ સ્થળે અપાયા

Rajkot, jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ નગરપાલિકા વિસ્તાર માટે નવમા તબક્કા અન્વયે “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન ગુજરાતીની વાડી, ધોરાજી રોડ, જેતપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેનો લાભ જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૫ ના નગરજનોએ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં સરકારશ્રીના પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, ખેતીવાડી વિભાગ સહિત ૧૩ જેટલા વિભાગોની આવકનો દાખલો, આયુષ્માન કાર્ડ, ઉજજ્વલા યોજના, કુંવરબાઈનુ મામેરુ, ખેતીવાડીને લગતી જુદી જુદી યોજનાઓ સહિત ૫૬ જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે વહીવટીતંત્ર દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવી હતી.

આ તકે અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે જેતપુર શહેર મામલતદારશ્રી વી.એન.ભારાઈ, જેતપુર ચીફ ઓફિસરશ્રી અશ્વિન ગઢવી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરીયા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પાયલબેન ઓઝા તથા જેતપુર-નવાગઢ નગરપાલિકાની વિવિધ કચેરીઓનાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!