ધાનેરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા ..ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે આજે ધાનેરા લાધાપુરા વિસ્તાર ખાતે આવેલ બાબા રામદેવપીરના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો પર ફરી હતી તો બીજી તરફ ધાનેરામાં ઠેર શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં રાજકીય અગ્રણીઓ સહિત દરેક સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ શોભાયાત્રા ધાનેરા લાલચોક ખાતે પહોંચી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે સભામાં ફેરવાઈ હતી ત્યાં અગ્રણીઓ દ્વારા લોકોને બાબાસાહેબ આંબેડકરની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તે બાદ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ને ફૂલહાર કરી બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી હતી માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

0
error: Content is protected !!