GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લાના વિવિધ સ્થળો ખાતે ફ્લેશ મોબ થકી ૭ મેના અચૂક મતદાનનો સંકલ્પ લેવાયો

શહેરા

નિલેશ દરજી શહેરા

લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી ૭મી મેના રોજ મતદાન થનાર છે. ત્યારે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮ પંચમહાલ સંસદીય વિસ્તારમાં અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

 

જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલના નેતૃત્વમાં પંચમહાલ જિલ્લામાં તમામ નાગરિકો સુધી મતદાન જાગૃતિ પ્રસરાવવામાં આવી રહી છે. ફ્લેશમોબ હોય કે બોટરોન મેસ્કોટ…. લોકો સુધી મતદાનની તમામ વિગતો નવતર પ્રયોગોના માધ્યમથી પહોંચાડવામાં આવી રહી છે.

 

આજરોજ જિલ્લાના કાલોલ,હાલોલ,મોરવા હડફ, ઘોઘંબા અને ગોધરાના વિવિધ સ્થળો અને કચેરીઓ ખાતે ફ્લેશ મોબ થકી ૭ મેના અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવાયો હતો તથા જિલ્લાવાસીઓને મહત્તમ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

***

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!