GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના સામાન્ય પ્રવાહના ચારેય કેન્દ્રમાંથી હળવદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું

MORBI:મોરબી જિલ્લાના સામાન્ય પ્રવાહના ચારેય કેન્દ્રમાંથી હળવદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. (રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ )

સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રમાં સામાન્ય પ્રવાહમાં કૂલ 1425 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1381 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારબાદ ટંકારા કેન્દ્રનું 96.07 ટકા પરિણામ આવ્યું છે. ટંકારા કેન્દ્રમાં 636 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી 611 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોરબી કેન્દ્રમાં કૂલ 3101 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી 2936 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે સામાન્ય પ્રવાહમાં મોરબી કેન્દ્રનું 94.68 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કૂલ 1122 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1038 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!