BANASKANTHAKANKREJ

ઉણગામે શ્રી સોનગઢા ગોગા મહારાજનું દેરાસરૂ (રમેલ) તથા નવચંડી એવમ લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાથી ૧૧ કી.મિ દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણના ઉણ થી શિયા રોડ ઉપર વર્ષો પહેલા  ખેતરમાં ભૂદેવ પરીવારે વસવાટ કરેલ ખેતરમાં ગોગા મહારાજની નાની દેરી બનાવી ધૂપ, દીપ,આરતી વગરે સેવા પૂજા કરતા હતાં સમય જતાં આજુ બાજુના ખેતર વિસ્તાર, ઉણ,શિયા,ભદ્રેવાડી,વાલપૂરા થોડે થોડે કાંકરેજ તથા ગુજરાત રાજયમાં આ જગ્યા
આસ્થાનું કેન્દ્ર બનેલ દૂર દૂર થી અઢારેય આલમ આ જગ્યા પર દર પૂનમે દાદાના ધામે દર્શને આવે છે.દેરી માંથી વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે થોડા સમયમાં મંદિર નવ- નિર્માણ પામશે શ્રધ્ધા ભકિત અને આસ્થાનુ કેન્દ્ર એવા ભગતના ગોગા મહારાજના હુલામણા નામથી ઓળખાતા શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે ચૈત્ર વદ-૧૪ ને મંગળવાર તા.૦૭-૦૫-૨૦૨૪ ના રોજ સવારે ૯ કલાકે
નવચંડી એવમ લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.સાંજે ૮ કલાકે મહાઆરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ રાત્રે ગોગા મહારાજનું દેરાસરૂ (રામેણ) રાખવામાં આવી હતી. બહાર ગામથી પધારેલ ભુવાજીઓનુ તેમજ મહેમાનોનુ શાલ અને ફુલહાર તેમજ
ભેટ્પુજા આપી સ્વાગત કરાયુ હતુ.શ્રી ગોગા બાપજી ના આશિર્વાદથી જે દમ્પતીને ત્યાં પારણું બંધાયેલ તેઓના બાળકોના રાત્રે નામો પાડવામાં આવ્યા હતા.અને અહીં આવતાં દરેક લોકોની મનોકામના ગોગા મહારાજ પુર્ણ કરે છે.અહી હજારોની સંખ્યામાં ભાવિક ભકતો દર્શનાર્થે પધાર્યા હતા પધારેલ.સમગ્ર ભાવિક ભકતોને ભુવાજી હરીરામભાઈ ભોજાભાઈ જોષી તથા ભુવાજી રમેશભાઈ હરીરેમભાઈ જોષી તરફથી સૌ ભાવિક ભકતોને આશિર્વચન આપવામાં આવ્યા હતા.બીજા દિવસે સવારે ઉગતા સૂર્યનારાયણ ની સાક્ષીએ તેલફુલ ચડાવવામાં આવ્યા હતાં.તેમાં રાજકિય,સામાજીક આગેવાનો તેનજ ભકતોનુ બહોળી સંખ્યામાં ધોડાપુર જોવા મળ્યુ
હતુ.પધારેલ સૌ કોઇ ભાવિક ભકતોએ દર્શન અને આશિર્વચન લઈ ધન્યતા અનુભવી હતી.સૌએ દર્શન કરી ગોગા મહારાજની રમેલ નિહાળી ધન્યતા અનુભવેલ.
નટવર.કે.પ્રજાપતિ, થરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!